
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી. શાળામાં આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ જણાવ્યું હતું કે મહાસુદ પાંચમના દિવસે ઉજવાતો તહેવાર એટલે વસંતપંચમી આ તહેવારમાં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. સાથે સાથે માં સરસ્વતી કાયમ અમારા બાળકોના દિલમાં વસતા રહેજો એવી અરજ કરી હતી.
[wptube id="1252022"]