NATIONAL

કાપડ માર્કેટમાં આગ, ભીષણ આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના બાંસમંડીના કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં અબજો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના બાસમંડીમાં આવેલા હમરાજ કોમ્પ્લેક્સમાં સવારે 1.30 કલાકે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સમયે ઘટનાની જાણ થતાં, આર્મી, એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 50 ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં મોટાભાગની કપડાની હોલસેલની દુકાનો હતી.

[wptube id="1252022"]
Back to top button