
(માહિતી બ્યુરો, પાલનપુર)
લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. લોકશાહીના આ મહાપર્વમાં પુરુષો અને મહિલાઓની સાથે પ્રથમ વખત મતદાન કરતા યુવાનો પણ અચૂક મતદાન કરે તે હેતુથી આઈ.ટી.આઈ કોલેજ પાલનપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજ કેમ્પસ એમ્બેસેડર્સ મીટ કાર્યક્રમ અંતર્ગત પ્રોબેશન IAS અધિકારીશ્રી અદિતિ મેડમ અને સ્વીપ નોડલ અધિકારીશ્રી વી.એમ.પટેલની હાજરીમાં આઇટીઆઇ કોલેજમાં પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને મતાધિકાર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને અચૂક મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. પ્રોબેશન IAS અધિકારીશ્રીએ યુવાનોને એક એક વોટનું મહત્વ સમજાવી પોતે અને પોતાના પરિવારના દરેક મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

[wptube id="1252022"]







