થરાદ તાલુકાના વામી ગામે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

3 એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકાના વામી ગામે વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્ર્મ ની અંદર ગામ ના તમામ વડીલો અને યુવાન મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ દાના ભાઈ માળી, થરાદ તાલુકા ભાજપના પ્રમુખ ઉમજી ચોહાણ , બનાસ મેડિકલ કોલેજ ના વડા પટેલ સાહેબ, થરાદ તાલુકા ભાજપના મહામંત્રી અભેરામ ભાઈ રાજગોર, જિલ્લા પંચાયત ના સદસ્ય રૂપસીભાઈપટેલ, મદનલાલ પટેલ, ધરમશી ભાઈ પટેલ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબએ તેઓની ગ્રાન્ટ માંથી વામી ગામના વિકાસ ના કાર્યો માટે સાત લાખ રૂપિયા ની જાહેરાત કરવામાં આવી માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રી નું ગામ ના વડીલો અને યુવા મિત્રો નું ફૂલહાર અને સાફો પહેરાવીને સન્માન કરવા માં આવ્યું







