બિપરજોય વાવાઝોડાને લઇ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા તાકિદે મિટિંગ બોલાવી મદદરૂપ થવાનું આયોજન કરવામાં આવેલ

16 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજયની પ્રજા હાલ બિપરજોય વાવાઝોડાને લીધે હાલ ચિંતાતુર છે. વાતાવરણમાં આવેલા પલ્ટાને લઇ લોકો સાવચેતીના પગલાં લેવા માટે તૈયારી કરી રહ્યાં છે.બનાસકાંઠામાં તા.૧૬ અને તા.૧૭ ના રોજ આવનાર ભારે વરસાદ અને વાવાઝોડાનાં પગલે સમગ્ર વહિવટીતંત્ર સાબદુ બન્યું છે. જેમાં પાલનપુરની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પણ આ સેવા બાબતે તૈયારી દર્શાવી છે.જે જિલ્લાની પ્રથમ એવી શાળા હશે જેને આવા કપરા સમયમાં સેવા માટે તૈયારી બતાવી.મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ અને તમામ પદાધિકારીઓ દ્વારા આ બાબતે સમગ્ર સંકુલના સદસ્યો અને આચાર્યોની તાકિદે બેઠક બોલાવી હતી. જેમાં આવનાર ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં કોઇને પણ મુશ્કેલી સર્જાય તો શાળા દ્વારા 24×7 હેલ્પલાઇન સેવા શરુ કરી છે. સાથે સંકુલની તમામ બસ પણ તૈયાર રાખવામાં આવી છે. જેમાં સંકુલના તમામ ડ્રાઇવર-કંડકટરોને પણ 24×7 સેવા માટે તૈયાર રાખવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્રને સાથે રાખી સંકુલ દ્વારા આ બસોમાં જરુરિયાતમંદ લોકોને મુશ્કેલીવાળી જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી આપવામાં આવશે જેમાં મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, સદસ્ય મુકેશભાઇ બકરપરા,જીગ્નેશભાઇ પટેલ સહિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના ડાયરેક્ટર મહેન્દ્રભાઇ પંચાલ,હાઇસ્કુલ વિભાગના આચાર્ય મણીભાઇ સુથાર,કોલેજ વિભાગના આચાર્યા નેહલબેન પરમાર, પ્રાથમિક વિભાગના આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત વિશેષ હાજર રહ્યાં હતાં.








