
13 ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ભરતદાનજી ગઢવી આનંદ નગર પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત લીધી. જિલ્લા શિક્ષણ અધિકારી એ આનંદ નગર પ્રાથમિક શાળાના વર્ગખંડો ની મુલાકાત લીધી તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ તેમજ સુશોભન જોઈ જિલ્લા શિક્ષણ અધિકારી એ ખુશીની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ પાર્થના કાર્યક્રમમાં હાજરી આપી સંગીતમય પાર્થના તેમજ વિધાર્થીઓની રજૂઆતો સાંભળી જેમાં આજના દીપક બનેલ બાળકને પોતાની ગોદમાં બેસાડી તેની સાથે એક સાચા ભાવ અને પ્રેમ સાથે કરેલી વાતો સાહેબશ્રી ઉમદા વ્યક્તિત્વને ઉજાગર કરી હતી. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, માસ્તર શબ્દ આજે પણ ખૂબ ગમે છે કારણકે આં શબ્દની અંદર શિક્ષકશ્રીને મા ના વાત્સલ્ય સાથે સરખાવવામાં આવે છે. જેમાં એક શિક્ષણ અધિકારી મુલાકાત બાદ શાળા પરિવાર માટે એક નવીન દ્રસ્ટી, નવીન ઊર્જા તથા શાળા માટે હજુ કઈક વિશેષ કરવાની પ્રેરણા સમાન બની રહે છે.







