અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઉનાળો આકરો : ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળા પાક માટે પાણીની વિકટ સમસ્યા તળાવો સૂકા બન્યા
હાલ ઉનાળાની સીઝન શરુ છે ધીરે ધીરે કારજોર ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તો ઘણા ખરા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા પણ ઉદભવતી જોવા મળી રહી છે ખાસ કરીને તાલુકાના ગામડાઓમાં જેવાકે મેઘરજ,ભિલોડા, માલપુર, તાલુકામાં કેટલાય ગામડાઓ એવા છે જ્યાં મોટામોટા તળાવો આવ્યા છે પણ હાલ આ તળાવો સુકાભટ્ટ બન્યા છે જેમાં તળાવોમાં પાણીનું ટીપું પણ જોવા મળતું નથી જેના કારણે પાણીના સ્તર નીચા જવા લાગ્યા છે ખાસ કરીને ઉનાળા ના પાકમાં હાલ પાણી સમસ્યા જોવા મળી છે બોર ના સ્તર નીચા જવાથી પાકને પાણી પૂરતું મળી શકતું નથી સરકાર દ્વારા તળાવોમાં પાણી નાખવાની યોજના હાલ કેટલાક અંશે ગોકુળગાય ની ગતીએ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ જે તળાવો માં ટીપું પાણી પણ નથી તે વિસ્તારમાં પાણી ની સમસ્યા આજે પણ યથાવત છે કેટલાક એવા તળાવો આવેલ છે જે સરકારી ચોપડે પણ નોંધાયેલ નથી તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જેના કારણે સરકારી લાભો થી આવા તળાવો વંચિત રહેતા હોય છે.ત્યારે ઉનાળાના સમયમાં તળાવો પાણી થી ભરવામાં આવે અને પાણીની સમસ્યા ને રોકી શકાય તે જરૂરી છે. જિલ્લા પંચાયત વિભાગમાં તળાવો અંતર્ગત માહિતી મેળવવા અધિકારી ને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અધિકારી એ ફોન ઉપાડવાનું ટાર્યું હતું