GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા આયોજિત”સેવાસેતુ કાર્યક્રમ”માં ૧૨૭૦ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ

તા.૧૧/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુર – નવાગઢ નગરપાલિકા વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન ખાખામઢી મંદિર, સારણ પુલ પાસે, અમરનગર રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેનો લાભ જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. ૦૬ થી ૧૧ ના નગરજનોએ મેળવ્યો હતો.

૧૩ જેટલા વિભાગોની આધારકાર્ડને સંલગ્ન સેવાઓ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું/કમી કરવું/સુધારવું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને લગત લાભો, આધારકાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ/મો.નં. લીંક/નવું બેંક ખાતુ ખોલાવવું/જનઘન યોજના બેંક ખાતું, કસ્તુરબા પોષણ સહાય યોજના, લર્નિંગ લાયસન્સ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, જન્મ-મરણ પ્રમાણપત્રો, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, બસ કન્સેશન પાસ- સિનિયર સિટીઝન માટે, વિધવા સહાય, પ્રોપર્ટી ટેક્ષ સહિત અનેકવિધ યોજનાકીય સેવાઓ અન્વયે ૧૨૭૦ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ વહીવટીતંત્ર દ્વારા લાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જેતપુર – નવાગઢ નગરપાલિકાના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, અગ્રણીશ્રી રમાબેન મકવાણા, શ્રી બિંદીયાબેન મકવાણા, શ્રી વિજયભાઈ વ્યાસ, શ્રી દીપુભાઇ લુણી, શ્રી કિરણભાઈ લુણી તથા અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર શહેર મામલતદારશ્રી વી.એન.ભારાઈ, ચીફ ઓફિસરશ્રી અશ્વિનભાઈ ગઢવી તથા જેતપુર નવાગઢ નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ તેમના પ્રતિનિધિઓ સાથે હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button