
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે બાળગીત ગુંજન કાર્યક્રમ યોજાયો તેમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક વિભાગની શિક્ષક બહેનો શ્રીમતી વર્ષાબેન,શ્રીમતી પિન્કીબેન અને શ્રીમતી સુનિતાબેને ભાગ લીધો. આ બાળગીત ગુંજન કાર્યક્રમમાં સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના ધોરણ 7 ના વિદ્યાર્થી માનવ અને વિવેકએ ઢોલ વગાડીને સંગીત પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી તથા મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકીએ આ બાળગીત ગુંજન કાર્યક્રમમાં ભાગ લેનાર અને ઇનામ મેળવનાર બાલમંદિર અને પ્રાથમિક વિભાગની શિક્ષક બહેનો અને બે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.
[wptube id="1252022"]