BANASKANTHAPALANPUR

અંબાજી મંદિર માં ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરા નું આજે ઉત્થાપન કરવામાં આવ્યું, આવતી કાલ થી સવાર અને સાંજ બે સમયેજ આરતી કરવામાં આવશે   

29 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

નવ દિવસ ની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતા ની આરે છે ત્યારે આજે ચૈત્રસુદ અષ્ઠમી ને અંબાજી મંદિર માં ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરા નું આજે ઉત્થાપન કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અષ્ઠમી ના રોજ ઉત્થાપન દરમિયાન વિશેષ આરતી પણ કરવામાં આવી હતી આઠ દિવસ દરમિયાન મંદિર ના સભા મંડપ માં ઘટ્ટ સ્થાપન માં ઉગેલા જવેરા જોતા આગામી સમય આર્થિક વૃદ્ધિ અને સારા વરસાદ સાથે સારી ઉત્પત્તિ થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે વરસાદ પણ સારા પ્રમાણ માં રહેવાનો જવેરા ની વૃદ્ધિ ના આધારે માનવામાં આવી રહ્યું છે આજે આ ઉત્થાપન દરમિયાન ભટ્ટજી મહારાજે આરતી ઉતારી ગુજરાત સહીત દેશભર માં સુખશાંતિ સમૃદ્ધિ ને રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી જોકે ચૈત્રી પ્રારંભ થી દિવસ દરમિયાન કરાતી ત્રણ ટાઈમ ની આરતી ના બદલે હવે આવતી કાલ થી સવાર અને સાંજ બે સમયેજ આરતી કરવામાં આવશે તેમ દેવાંગભાઈ ઠાકર (ભટ્ટજી મહારાજ,અંબાજી મંદિર) અંબાજી એ જણાવ્યુ હતુ.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું .જોકે ચૈત્રી અ।ઠમ ને લઈ માઈ ભક્તો દ્વારા માં અંબે ને વીવીધ વ્યંજનો નો અન્નકુટ ધરાવાવામાં આવ્યો હતો જેની આજે બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી ને આ આરતી માં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હવે આવતી કાલ થી સવાર અવે સાંજ આમ દિવસ દરમ્યાન બે સમય જ આરતી કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button