BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અભ્યારણોમાં રીંછની સંખ્યામાં થયેલો વધારો :વન્ય પ્રેમીઓમાં ખુશાલી છવાઈ

17 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના રીંછના જેસોર,બાલારામ અને અંબાજી અભ્યારણમાં રીંછોની 2016માં વસ્તી ગણતરી દરમિયાન 121 નોંધાયા હતા. જે હવે 25 વધીને 146 થયા છે. જેના લીધે વન્ય પ્રેમીઓમાં ખુશી વ્યાપી છે. જેસોર અભ્યારણ 181 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વ્યાપેલું છે જેમાં રીંછ મુક્ત મને હરી ફરી રહ્યા છે. તેની પહાડીમાં પ્રાકૃતિક રીતે ગુફાઓની રચના હોવાથી તેમને રહેવા માટે અનુકૂળ જગ્યાઓ છે ઉપરાંત પાણીના સ્ત્રોત એવી જગ્યાએ છે જ્યાં મોટાભાગે લોકોની અવર-જવર નથી.રાજ્યમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવેવન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-2022 મુજબ ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઇ છે. રાજ્યમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મે-2016 માં છેલ્લી ગણતરી કરવામાં આવી હતી. અગાઉની વસ્તી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો થયો છે. કોરોનાના લીધે 2021 માં વસ્તી ગણતરી થઈ શકી નહોતી અને 2022 માં રીંછની વસ્તી ગણતરી થઈ હતી. જેમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 146 રીંછની સંખ્યા નોંધાઇ છે. જ્યારે દાહોદ જિલ્લામાં 101, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30 , મહેસાણામાં 9, પંચમહાલમાં 6 અને નર્મદા જિલ્લામાં 5 મળી કુલ 358 રીંછની વસ્તી નોંધાઇ છે.

[wptube id="1252022"]
Back to top button