થરાના ‘બ્રાઈટ ટ્યુશન ક્લાસીસ’ દ્વારા ધો.૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો પ્રગતિપથ શુભેચ્છા સમારોહ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ ક્લાસીસ ‘”બ્રાઈટ ટ્યુશન ક્લાસીસ”‘માં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધો.૧૦/૧૨ ના વિદ્યાર્થી ભાઈ-બહેનોનો પ્રગતિપથ શુભેચ્છા સમારોહ તા.૦૪/૦૩/૨૦૨૪ ને સોમવાર રોજ સવારે સી.આર. સી.પ્રહલાદભાઈ જોશી ભાવનગર,અક્ષરજ્ઞાન વિદ્યા મંદિર ના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ, શિક્ષક સુરેશસિંહ વાઘેલા,શાંતિ નગર પ્રા. શાળાના શિક્ષક વિષ્ણુજી વાઘેલા,વકીલ રાજેશભાઈ બ્રહ્મભટ્ટ,સુરેશભાઈ ઠાકોર સહિત કલાસીસના ટીચરોના વરદ હસ્તે દીપ
પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ટ્યુશનાર્થી રાણીબા વાઘેલાએ સ્વાગત ગીત તથા બ્રાઈટ ટ્યુશન ક્લાસીસના શિક્ષક પી.એમ.સુતરીયા, રસિકભાઈ,પંચાલે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ ધોરણ ૧૦/૧૨ ના
વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.બ્રાઈટ ટ્યુશન ક્લાસીસની કામગીરીને બિરદાવી હતી.અને બ્રાઇટ ટ્યુશન ક્લાસીસની કામગીરી લાંબા સમય સુધી સૌને યાદ રહેશે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરૂજીઓની ચરણરજ લીધી અને ગુરૂજીઓના જમણા હાથની કંકુની છાપ લીધી હતી.ધોરણ ૧૨ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર નચિકેતા સંસ્કાર ધમની વિદ્યાર્થીની દેસાઈ આશાબેન પરેશભાઈ,ધોરણ ૧૦ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિનયવિદ્યા મંદિરનો વિદ્યાર્થી અગ્રવાલ કલ્પ અમીચંદભાઈ, ધોરણ ૧૦ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર નચિકેતા સંસ્કારધામ ની વિદ્યાર્થી દેસાઈ દિવ્ય તેજાભાઈ, ધોરણ ૧૦ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની વાઘેલા હિરલબા જાલમસંગને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કલાસીસના
વિદ્યાર્થી ભાઈ- બહેનોએ ટ્યુશન કલાસીસમાં શ્રી ગણપતિજી ની મૂર્તિ/શ્રીસરસ્વતી માતાજી/ઘડિયાળ એમ અનેક ભેટ સોગાદો આપી ઉત્સાહિત થયા હતા.ત્યારે ઈશ્વરભાઈ એલ. પ્રજાપતિ નેકારીયા,શિક્ષકગણ સહિત વાલીઓ અને બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર વાલીગણ અને બ્રાઈટ ટ્યુશન ક્લાસીસના પી.એમ.સુતરીયા, રસિકભાઈપંચાલ, કિર
નટવર.કે.પ્રજાપતિ,થરા.








