BANASKANTHATHARAD

ખોડા ચેકપોસ્ટ ખાતેથી સફેદ માટીની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઇસમોને પકડી પાડતી થરાદ પોલીસ

2 માર્ચ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે ક્ડક અમલવારી કરવા સુચના કરતા, શ્રી એસ એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ, શ્રી આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નંબર- RJ-19-GE-1334 માં ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ જેની કુલ કિ.રૂા.૪૦,૮૦૦/- નો તથા ટ્રક ગાડીની કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂા.૫,૦૦૦/- તથા એમ મળી કુલ કિ.રૂ.૧૦,૪૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમ મિસરારામ સ/ઓ ડુંગરારામ સૂરતારામ જાતે.જાટ(કાહેવા) ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.કરના, પંચાયત-ચંપા ભાખરી તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેના વિરેન્દ્ર સ/ઓ દુદારામ દુર્ગારામ જાતે.જાટ(ગોદારા) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ભુકા ભગતસિંહ, તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) વાળાઓને પકડી પાડી પડાયેલ બંન્ને ઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કામગીરી કરનાર અધિકારીશ્રીઓ શ્રી પ્રભુભાઈ, હેડ.કોન્સ.,થરાદ શ્રી ત્રિકમભાઈ,પો.કોન્સ.,થરાદ શ્રી રમેશભાઈ,પો.કોન્સ.,થરાદ શ્રી મેહુલકુમાર,પો.કોન્સ.,થરાદ શ્રી શંકરભાઈ,પો.કોન્સ.,થરાદ શ્રી જગદીશભાઈ,પો.કોન્સ.,થરાદ

[wptube id="1252022"]
Back to top button