અંબાજી ની આરાસુરી કન્યા વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ઊજવણી કરવામાં આવેલ

15 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બી ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય અંબાજી શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું, આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને અંબાજી ગામના સમાજ સેવક એવા સન્યાસી શ્રી જે. પી. સોલંકી સાહેબ તરફથી ઇનામ આપવામાં આવ્યું, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા બેનશ્રી મયુરીબેન પટેલ અને સમગ્ર સ્ટાફગણે ખૂબ જ઼ મહેનત કરી, આ કાર્યક્રમનુ સંચાલન શાળાના મદદનીશ શિક્ષકશ્રી નિલેશભાઈ બુંબડિયાએ કર્યું, આ સ્પર્ધામાં ઈશ્વરભાઈ બુંબડિયા(ગ્રામ પંચાયત હાઈસ્કૂલ અંબાજી) અને જીગ્નેશભાઈ પ્રજાપતિ(આશ્રમશાળા કુંભારીયા)એ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.આ અંગે ની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.








