BANASKANTHATHARAD

રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ થરાદની આનંદ નગર પ્રાથમિક શાળા-3ની મુલાકાતે

 

13 જૂન

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ તારીખ 13/ 6/ 2023 ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબ થરાદ તાલુકાની શાળાઓની મુલાકાતે હતા.અને અમારી આનંદ નગર પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી.
મુલાકાત દરમિયાન સચિવશ્રી એ શાળાના આચાર્ય શ્રી એમ કે મણવર,શાળાના સ્ટાફ અને શાળામાં ચાલતી શૈક્ષણિક તેમજ ઉત્તર પ્રવૃત્તિઓની ખૂબ જ પ્રશંસા કરી આનંદ નગર શાળાનું શિક્ષણ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે તેવી નોંધ પણ લખી.
સાહેબ શ્રી એ શાળાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે એવોર્ડ પામનાર વિષ્ણુભાઈ બારોટ અને દિલીપભાઈ ત્રિવેદી,પ્રતિભાશાળી શિક્ષક જગદીશભાઈ વાણીયા,સમય દાન આપનાર શિક્ષક વિનોદભાઈ ત્રિવેદી અને CET પરીક્ષામાં સૌથી વધુ બાળકો ઉત્તીર્ણ થનાર વર્ગ શિક્ષક તાહેરાબેન ચૌધરી, તેમજ ઉત્કૃષ્ટ શૈક્ષણિક તેમજ વહીવટી કામગરી બદલ આચાર્ય શ્રી એમ. કે. મણવર નું સાલ ઓઢાડી સન્માન કર્યું. તેમજ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ મેરીટમાં સ્થાન પામનાર તમામ 34 બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિવ શ્રી સાથે બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સી.આર.સી ઓ, તથા બીઆરસી શ્રી પણ જોડાયેલ હતા . બંને મહાનુભાવો એ શાળાના આચાર્યશ્રી એમ કે મણવર તથા સ્ટાફનાં વખાણ કરી શાળાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી હતી

[wptube id="1252022"]
Back to top button