સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ પાલનપુર માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે વ્યાખ્યાન અને રેલી નું આયોજન કરવામાં આવ્યું

18 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે એન.એસ.એસ. યુનિટ ધ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ.યોગેશ.બી.ડબગરે યોગ્ય ઉદાહરણો આપીને આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. ગ્રાહકના કયા અધિકારો હોય છે તે વિશે સચોટ અને રસપ્રદ માહિતી પુરી પાડી હતી.આ કાર્યક્રમમાં ફાઈન આર્ટસ કોલેજ અધ્યાપકશ્રી ગણેશભાઈ ચૌધરી વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ બે ભાગમાં વહેચાયેલો હતો.વ્યાખ્યાન પૂરું થયા પછી એક ગ્રાહક જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સુત્રોચ્ચાર કરીને લોકોનું ધ્યાનાકર્ષણકર્યુહતું.કાર્યક્રમમાંએન.એસ.એસ.પ્રો.ઓફિસર,ડૉ.કે.કે.માથુર,પ્રો.અંકિતા ચૌધરી,ડૉ.અમીબેન,ડૉ.પૂજા મેસુરાની વગેરેએ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન ઉપસ્થિત રહીને વિદ્યાથીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન એન.એસ.એસ.પ્રો.ઓફિસર પ્રા.આર.ડી.વરસાતે કર્યું હતું.