


9 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
નગીનભાઇ આર.રાઠોડ વય નિવૃત્તી પ્રસંગે મોટા પ્રમાણમાં sbi ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે તેમની કામની પ્રામાણિકતા અને સ્વચ્છ છબી નું ઉદાહરણ હતું.SBI પાલનપુર સિનિયર હેડ મેસેન્જર તરીકે છેલ્લા 25 વર્ષથી દમદાર સેવા આપતા નગીનભાઇ આર.રાઠોડ વય નિવૃત્તી પ્રસંગે પાલનપુર ખાતે આવેલ સ્પાઇન હોટલ ના હોલમાં ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.પાલનપુર તાલુકાના જગાણાના વતની અને સ્વચ્છ છબી ધરાવતા નગીનભાઇ રામાભાઇ પરમાર તા.૩૧ મે ના રોજ સીનીયર હેડ મેસેન્જરના હોદ્દા પરથી સેવા નિવૃત્ત થયા હતા તેઓ કર્મયોગી,કર્તવ્યનિષ્ઠા, વિવેકી, સદાબહાર, નિષ્ઠાવાન, કાર્યક્ષમ, જાંબાઝ અને ગામપ્રેમી ઉપરાંત સરળ સ્વભાવ માયાળુ હતા. અમૂલ્ય સેવાઓ બદલ દિલથી બેંક પરિવારે આભાર સાથે સહ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એસ.બી.આઇ પાલનપુર મેઇન શાખાના સિનિયર હેડમેસેન્જર તરીકે પ્રમાણિક ભાવે નગિનભાઇ રાઠોડે અમુલ્ય સેવાઓ બેંકને આપી હતી. આ સેવાની કદર કરી બેંકના તમામ સ્ટાફે વયનિવૃત થતા ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પાલનપુરની ખ્યાતનામ હોટલમાં વયનિવૃત થયેલા નગીનભાઇ રાઠોડ ને ફૂલહાર, શાલ,શ્રીફળ,માતાજીની મૂર્તિ, અને મોમેન્ટ આપી વિદાય પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે SBI શાખાના ચીફ મેનેજર શ્રી એસ.ડી.રાવ,શ્રી પ્રફુલભાઇ શેઠ ભાજપી અગ્રણી, જગાણા સરપંચ પ્રેહલાદભાઇ પરમાર, એ.ડી.જુડાલ,(નિવૃત્ત ડીવાયએસપી)ભરતભાઇ પરમાર (ટાકરવાડા) કાન્તીભાઈ રાઠોડ, દિનેશભાઇ, દર્શનભાઇ રાઠોડ, પુષ્પાબેન રાઠોડ,તથા સમસ્ત રાઠોડ પરિવાર તેમજ બાબુભાઇ ચૌધરી, દિલીપભાઈ કરેણ,રતીભાઇ લોહ,ભવાનભાઇ કુણિયા,હરજીભાઇ ચૌહાણ જેવા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ ગોરે કર્યું હતું







