
21 ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે સત્યધારા અંતર્ગત તારીખ 20 થી 25 સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જેમાં 20 તારીખના રોજ સામુદાયિક સેવા ધારા અંતર્ગત લુણાલ નકળંગ ધામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજ રોજ નાટ્યધારા અંતર્ગત ટ્રેડિશનલ ડ્રેસ કમ્પેટીશન અને ફેશન શો સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ અવનવા પારંપરિક પરિધાનોથી સજ્જ થઈને ફેશન શો માં રેમ્પવોક કરી બધાના મન મોહી લીધા. તેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં ડૉ. અશોક વાઘેલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટેકનિકલ આસિસ્ટન્ટ કે.કે. કટારીયા દ્વારા સુંદર બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપવામાં આવ્યું હતું.સાથે સાથે જ્ઞાનધારા અંતર્ગત સંસ્કૃત કાવ્યપઠન સ્પર્ધા અને સમૂહ ગાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વ્યક્તિગત અને સામૂહિક રીતે સંસ્કૃત શ્લોકોનું પઠન કરીને રજૂ કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપીને તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું. સંસ્કૃત વિભાગ વિભાગના પ્રાધ્યાપકો ડૉ.પ્રશાંત શર્મા અને ડૉ. આનંદ શર્મા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન અને આયોજન થયું. બંને કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રા. ચિરાગ શર્મા અને પ્રા. મુકેશભાઈ રબારી દ્વારા સુપેરે ભુમિકા ભજવવામાં આવી. કૉલેજના આચાર્યશ્રી પ્રા. ભાવિક ચાવડાએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.