BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાની ભાગળ (પીપળી)હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી             

27 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ –ભાગળ( પી) સંચાલિત શ્રી એસ.ડી. એલ શાહ હાઇસ્કુલ ભાગળ પીપળી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.સમારંભના અધ્યક્ષ અને ઇનામોના દાતાશ્રી સુરેશભાઈ યોગી ( સાઈ વિલા ડ્રીમહાઉસ પ્રાઇવેટ લિમિટેડ )પાલનપુરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને તમામ ગ્રામજનો અને વાલીઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા તથા વિવિધ શાળાકીય સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ. શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર જે પટેલ તથા અધ્યક્ષ શ્રી સુરેશભાઈ યોગી દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું.

[wptube id="1252022"]
Back to top button