લાખણી ની કે. કે. ભેદરૂ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલસ દવા જસરા ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો
નારણ ગોહિલ લાખણી
શ્રી કે કે ભેદરુ ચેરીટેબલ ટ્રસ્ટ – લાખણી અને ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ (TIIS) દ્વારા ગવર્મેન્ટ આર્ટસ અને કોમર્સ કોલેજ થરાદ અને અદ્વેદ આર્ટ્સ કોલેજ જસરા ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી લાલજીભાઈ કે પટેલ, માર્ગદર્શક અને કાર્યક્રમ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ઓમસિંગજી તેમજ થરાદ કોલેજના આચાર્ય ભાવિકભાઈ ચાવડા અને જસરા કોલેજના આચાર્ય મનોજભાઈ દવે તેમજ બન્ને કોલેજના અધ્યાપકો સાથે મોટી સંખ્યામાં બાળકો હાજર રહેલા. શ્રી કે કે ભેદરું ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક, સામાજિક, પર્યાવરણ જતન અને મહિલા સશક્તિકરણ જેવા કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત હોય છે. પ્રોગ્રામ ઓફિસર ઓમસીંગજી દ્વારા બાળકોને ટ્રેનિંગથી માંડીને એમની ઇન્ટર્નસીપ અંને એમને મળતી વિવિધ જોબ માટેની માહિતી આપેલી.
ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ (TIIS) એ ટાટા ગ્રુપ અને ગુજરાત સરકારનું સયુંકત સાહસ છે. જેનું મુખ્ય કાર્યાલય ગાંધીનગરમા આવેલ છે. આ સંસ્થા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળામાં તાલીમ પૂરી પાડે છે અને વિદ્યાર્થીને એક રોજગારી પૂડી પાડવામાં મદદ કરે છે. તાલીમમાં વિશિષ્ટ ઘણા બધા ક્ષેત્રો આવરી લેવામાં આવે છે.
આ સંસ્થા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ અને ટાટા જૂથ વચ્ચે બિન-લાભકારી જાહેર-ખાનગી ભાગીદારી છે. ગુજરાતના યુવાનોને અત્યાધુનિક કૌશલ્યની તાલીમ આપવાનો ધ્યેય છે. ટ્રસ્ટના પ્રમુખશ્રી લાલજીભાઈ પટેલ દ્વારા બાળકોને વધુમા વધુ બાળકો તાલીમ મેળવી રોજગારી પ્રાપ્ત કરે તેવી હાંકલ સાથે સૌનો આભાર વ્યક્ત કરેલ.