
16 મે
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*બોક્સ.કેનાલ સફાઈ તેમજ રીપેરીંગ કામ પૂર્ણ થતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી*
**********
બનાસકાંઠાના સરહદી વિસ્તાર માટે જીવાદોરી સમાન નર્મદાની થરાદ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલના સફાઈ અને સીપેજની સમસ્યાથી છુટકારો મેળવવા આધુનિક ટેકનોલોજી થકી કેનાલ સફાઈ તેમજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાના નિવારણ માટે વારંવાર રજૂઆત મળતાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા સરકારમાં રજૂઆત કરી કેનાલ સફાઈ અને રીપેરીંગ કામ મંજૂર કરાવવામાં આવ્યું હતું. જે પૈકી ફેઝ-1 નું 7 કિલોમીટર કામ માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
નેનો ટેકનોલોજી આધારે નેનોસીલ હાઇડ્રોલીક લીક્વીડ મટીરીયલનો ઉપયોગ કરી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી સીપેજની સમસ્યા દૂર થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ફેઝ-1ની કામગીરી માત્ર ટૂંકા 15 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. 7 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની આ મુખ્ય કેનાલમાં સીપેજ તેમજ કેનાલ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થતા કેનાલમાં ફરી પાણી વહેતુ થયું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં રીપેરીંગ બાદ વહેતા પાણીને જોઈ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે.
નર્મદા કેનાલની સફાઈ તેમજ સીપેજ સમસ્યા દૂર કરવા માટે મુખ્ય કેનાલમાં પાણી બંધ કરવુ જરૂરી હતું.આકરા ઉનાળો સમયે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા તેમજ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી કેનાલમાં ઝડપથી પાણીનો પ્રવાહ ફરી શરૂ કરી શકાય તે પ્રકારે કામગીરી કરવા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ નર્મદા નિગમના અધિકારીઓને સૂચન કર્યું હતું. જ્યારે કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર થાય તે માટે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પણ સતત કામગીરી સ્થળે મુલાકાત કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીના સૂચનને પરિપૂર્ણ કરવા નર્મદા નિગમના સચિવશ્રી વિવેક કાપડિયા તેમજ મુખ્ય ઈજનેર આર.કે. જહાં દ્વારા તેમની ટીમ સાથે યુદ્ધના ધોરણે તેમની ઉપસ્થિતમાં રાત-દિવસ આ કામગીરી શરૂ કરવામાં આવી. જેથી જાદલા, નાગલા, ડોડગામ અને ખાનપુરના ગામ પાસેની પસાર થતી 7 કિલોમીટર લાંબી નર્મદા કેનાલની ફેઝ-1ની સફાઈ અને રીપેરીંગ માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ થયું.
નર્મદા કેનાલની સફાઈ તેમજ ટેકનોલોજીના માધ્યમથી થતા રીપેરીંગ કામ મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખાસ આભાર માનું છે કે તેમણે સરહદી વિસ્તારના ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે આ કામને મંજૂરી આપી. આધુનિક ટેકનોલોજી ની મદદથી ફેઝ-1ની 7 કિલોમીટર લાંબી મુખ્ય નર્મદા કેનાલનું કામ માત્ર 15 દિવસમાં પૂર્ણ થયું. ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જેટલી આધુનિક ટેકનોલોજી છે તેટલી જ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને ફરી પીવા તેમજ સિંચાઈ માટે પાણી મળી રહે તે મારી પ્રાથમિકતા હતી. આજે મને ખુશી છે કે બહુ ટૂંકા સમયગાળામાં આ કામગીરી નર્મદા નિગમના અધિકારીઓએ દિવસ-રાત્રે મહેનત કરી પૂર્ણ કરી છે. જે બદલ હું નર્મદા નિગમના અધિકારી-કર્મચારીઓને પણ બિરદાવું છે.
કેનાલની કામગીરી કરવામાં વપરાયેલી સાધનસામગ્રી :-
5HP થી લઈને 100HP સુધીના 60 પંપ, 8 લોંગ બુમ મશીન, 15 હિટાચી, 8 JCB મશીન, 30, લોડર, 3 ક્રેન, 15 એર બ્લોઅર, 15 વોટર પ્રેશર જેટ, 50 મટીરીયલ સ્પ્રે પ્રેશર, 150 કુશળ કામદાર અને 810 લેબર મળી 7 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ તેમજ સીપેજ સમસ્યાના નિકાલ માટેની કામગીરી પૂર્ણ કરી.







