BANASKANTHAPALANPUR

વયનિવૃત્ત વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનો વિદાય- સન્માન સમારોહ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર-સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

31 માર્ચ ને શુક્રવારના રોજ અંધજન મંડળ, વિસનગર મુકામે વયનિવૃત્ત વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનો વિદાય- સન્માન સમારોહ દબદબાભેર યોજાઈ ગયો. જેના સમારંભ અધ્યક્ષ તરીકે ડૉ. જે. એન ઝવેરી અને મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આઈઈડી કોઓર્ડીનેટર સુરેશસિંહ ડાભી, વિસનગર તાલુકા બી. આર‌. સી. કોઓર્ડીનેટર મહેન્દ્રસિંહ ઝાલા, વિસનગર-2 સી.આર.સી. કોઓર્ડીનેટર પ્રજ્ઞેશભાઈ રાવલ, તથા અતિથિ વિશેષ તરીકે ભાસ્કર કુમાર ભટ્ટ-અમદાવાદ, અલ્પાબેન ગજ્જર-વડોદરા અને સરદાર પટેલ વિદ્યાલય, વિસનગરના પ્રિન્સિપાલ દિનેશભાઈ પટેલ, મુખ્ય શિક્ષક કમલેશભાઈ પટેલ, ના.મ. નૂતન સર્વ વિદ્યાલય, વિસનગરના પ્રિન્સિપાલ સુધીરભાઈ પટેલનાં સહધર્મચારિણી મનિષાબેન પટેલ, માતૃશ્રી ચકુભાઈ બાલમંદિર, વિસનગરના આચાર્યા વંદનાબેન ઠાકર, પત્રકાર જયંતીભાઈ માંડલીક, ઉષાબેન માંડલીક વગેરેએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરુઆત ઋતુ ઠાકોર અને ચિંતન પટેલ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રજ્ઞાચક્ષુ ક્રિષ્નાબેન ઠક્કરના સ્વરમાં મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. સંસ્થાના માનદમંત્રી હસુમતીબેન હાલારીએ સૌ મહેમાનોનો શાબ્દિક પરિચય આપી પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત-સન્માન કરાવ્યું હતું. આ પ્રસંગે હસુમતીબેન હાલારીએ કાદરભાઈ મનસુરીનું કંકુતિલક કરી, શ્રીફળ-સાકર આપી ભવ્યાતિભવવ્ય સન્માન સાથે તેમના નિરામય શ્રેષ્ઠ જીવનની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને સૌ મહેમાનો સાથે સન્માનપત્ર આપી આશીર્વાદ આપ્યા હતા. સન્માનપત્રનું વાંચન અમદાવાદના ધર્મિષ્ઠાબેન ત્રિવેદી ( પૂર્વ આચાર્યા શ્રી) દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એન.એ.બી‌. કર્મચારીગણ, વિસનગર સંસ્થાના મહેસાણા જિલ્લાના વિશિષ્ટ શિક્ષક ભાઈ-બહેનો, પાટણ જિલ્લાના વિશિષ્ટ શિક્ષક ભાઈ- બહેનો, વયનિવૃત્ત વિશિષ્ટ શિક્ષકશ્રીઓ, આઈડી મહેસાણા જિલ્લાના સ્પેશિયલ એજ્યુકેટર ભાઈ-બહેનો, સંસ્થાના ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો, પાલનપુર થી ખાસ પધારેલ કપિલભાઈ ચૌહાણ ( બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ તથા પત્રકાર), ભગાજી વિસાતર ( બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ,પ્રમુખ), દિનેશભાઈ મકવાણા(બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ,પ્રમુખ) , બકુલભાઈ પરમાર ( ખોડલા પ્રા.શિક્ષક શ્રી), પરેશભાઈ રાવલ (સંગીત વિશારદ શિક્ષક શ્રી પાલનપુર), રમેશભાઈ પ્રજાપતિ ( શિક્ષક શ્રી) તેમજ ગુજરાત દિવ્યાંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ મોદી, વિકલાંગ કલ્યાણ સંઘ-વડનગરના હિતેશભાઈ ખત્રી અને તેમની ટીમ દ્વારા કાદરભાઈ મનસુરીનું સન્માન કરવામાં આવ્યું હતું. માય ઈન્ડિયા ટ્રસ્ટ-વિસનગરના સંચાલક કમલેશભાઈ વૈદ્ય અને ટીમે કાદરભાઈનું સાલ ઓઢાડી, સાફો પહેરાવી વિશેષ બહુમાન સાથેની ખુશી વ્યક્ત કરી હતી. આમંત્રિત મહેમાનોએ પણ કાદરભાઈ મનસુરીની સેવાઓને બિરદાવી આનંદ વ્યક્ત કર્યો હતો. સમારંભ અધ્યક્ષ ડૉ. જે. એન. ઝવેરી સાહેબે કાદરભાઈ મનસુરીની દિવ્યાંગો પ્રત્યેની યશસ્વી કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા. ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ-વિસનગરના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ પટેલ અને માનદમંત્રી સુરેખાબેન પટેલે પત્ર પાઠવી શુભકામના આપી હતી‌. આ અવસરે કોરોના મહામારીમાં લોકડાઉનથી લઈ આજદિન સુધી કુલ : 2200થી વધુ ઓનલાઇન પ્રમાણપત્રો સાથે વિશ્વફલક પર એક નૂતન કીર્તિમાન સ્થાપિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરનાર કાદરભાઈ મનસુરીનું સવિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું‌. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વચ્ચે વચ્ચે સંસ્થાના ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોએ ગીત-સંગીતની રમઝટ બોલાવી હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે અર્પણ, તર્પણ, અને સમર્પણના પરિપાકરૂપે કાદરભાઈ મનસુરીએ સંસ્થાને રૂપિયા 11,000 નું દાન આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન કમલેશભાઈ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં કાદરભાઈ મનસુરી તરફથી આપવામાં આવેલ પ્રીતિ ભોજન લઈ સૌ નિજ ગૃહે પરત ફર્યા હતા.આ અંગે કપિલ ચૌહાણે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button