ભાડીયા ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા ૧૯ મો સમુહલગ્નોત્સવ યોજાયો..


8 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અત્યારના જમાનામાં મોંઘવારી એ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજ બંધુઓ ભેગા મળી કમિટી ઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્ન નું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરી ને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશય થી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ઉત્તર ગુજરાતની ગુલાબી નગરી કહેવાતા રાધનપુર ના ભાડીયા ગામનની પાવન ભુમીમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા આજરોજ સવંત ૨૦૭૯ ના વૈશાખવદ -૨ ને રવિવાર 7 મે ના રોજ યોજાયેલ ૧૯ મા સમુહલગ્નોત્સવમાં ૪૨ નવયુગલોએ ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રભુતામાં પગલાં પડ્યા ત્યારે પ.પૂજ્ય સંતશ્રી કરસનદાસબાપુ ગુરૂશ્રી લાલદાસબાપુ (ભીડ ભંજન હનુમાનજી મંદિર વલ્લભનગર રાધનપુર) એ આશીર્વચન આપ્યા હતા.આ પ્રસંગે પધારેલ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ૧૧,૦૦૦/- રૂપિયાનું અનુદાન આપેલ અને પોતાની ગ્રાન્ટ માંથી આ ટ્રસ્ટને ૫,૦૦,૦૦૦/- લાખ રૂપિયાના દાનની જાહેરાત કરેલ.આ પ્રસંગે અધ્યક્ષ રમેશભાઈ એસ. પોરધીયા- અમીરપુર (બેરફુટ ટેકનીશીયન મનરેગા શાખા તાલુકા પંચાયત રાધનપુર),મુખ્ય મહેમાન આત્મારામ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર,કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર,પી.ડી.સરવૈયા નાયબ નિ.અનુ.જા. સ.ક.વિ. પાટણ,નરેશકુમાર વી.ચાવડા પ્રમુખ સંતશ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર, કિશનભાઈ લાખાભાઈ મકવાણા એ.સી.પી.અમદાવાદ,રાષ્ટ્રીય પ્રવક્તા સંત ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રવીણભાઈ એમ. બુકોલીયા થરા સહિત દરેક આગેવાનોનું સન્માન કર્યું હતું.ભોજન પ્રસાદનો લાભ સ્વ.મૂળીબેન દેવાભાઈ ગણેશભાઈ પોરધીયા પરિવાર અમીરપુરાએ લીધેલ. ચાંદીની પાયલ સવિતાબેન ગણપતભાઈ પરમાર હનુમાનપુરા તરફથી તેમજ નાનીમોટી વસ્તુઓ સહિત રોકડ રકમ આપી અનેરો લાભ લીધો જ્યારે લગ્નોત્સવની પત્રિકાના દાતા ગં.સ્વ.પારૂબેન મઘાભાઈ રૂપાભાઈ બુકોલીયા પરિવારના થરાના પ્રવીણભાઈ બુકોલીયા રાષ્ટ્રીય મંત્રી – ભારતીય નમોસંઘ દિલ્લી તરફથી છપાવવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાત રોહિત સમાજ ટ્રસ્ટના પ્રમુખ નિતીનકુમાર ડી.મકવાણા રાધનપુર,મહામંત્રી રાજેશકુમાર કે.પરમાર રોઈટા, ખજાનચી પૂનમભાઈ જી.પરમાર તાંતીયાણાં,કન્વીનર વિરાભાઈ ડી.પરમાર ખરચરીયાએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ અંગેનટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.








