

15 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંધની ટર્મ પૂરી થતાં એપ્રિલ 2023 થી પદભાર સંભાળવા માટે હોદ્દેદારોની વરણી કરવા 12 માર્ચ ના રોજ સરસ્વતી વિદ્યાસંકુલ. ડીસા ખાતે બેઠક મળેલી. જેમાં દરેક તાલુકા વાઇઝ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટણી અધિકારી, પૂર્વ પ્રમુખ, મહામંત્રી તથા આમંત્રિત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારઓ અને આચાર્ય મિત્રોની ઉપસ્થિતિમાં કાર્યકારી પ્રમુખશ્રી રમેશપુરી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને હોદ્દેદારોની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.જેમાં પ્રક્રિયાને અંતે નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તારીખ 13 એપ્રિલ 2023 ના રોજ બાજોઠીયા ખાતે ભરાયેલ સાધારણ સભા માં બહાલી આપવામાં આવી જેમાંઅધ્યક્ષપદે ભંવરલાલ ખંડેલવાલ, આચાર્ય સંઘ ના પ્રમુખ તરીકે નાનજીભાઈ ખરસાણ ,મહામંત્રી તરીકે જયેશભાઇ જોષી,ઉપપ્રમુખ-મહેશભાઈ ઠાકર,ગોવિંદભાઈચૌધરી, શૈલેન્દ્રસિંહરાજપુત, ગંગારામભાઈ લેલાઉચા તથા મંત્રી તરીકે ઈલિયાસભાઈ સિંધી, દેવજીભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, ભરતકુમાર પંડ્યા તથા સંગઠન મંત્રી તરીકે ગિરિશભાઈ રાવળ રમેશભાઈ જાટ,દયારામ પંડ્યા, પ્રવક્તા-કમલેશભાઈ ચૌહાણ ,મીડિયા કન્વીનર -પ્રવીણ ભાઈ ત્રિવેદી ,કલ્યાણ નિધિમંત્રી- રાજેશભાઈ પ્રજાપતિ ,સારસ્વત મંત્રી-ગૌરાંગભાઈ પટેલ,કાર્યાલય મંત્રી-તળશાભાઈ બોકા વગેરે ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત આચાર્ય સંઘના હોદેદારો એ જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્ર સિંહ ચાવડાની શુભેચ્છા મુલાકાત કરેલ હતી.







