
30 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જી-૨૦ અંતર્ગત ‘Environment and Climate Change ’ અન્વયે પર્યાવરણ જાગૃતિ કેળવાય તે હેતુથી સ્પોર્ટસ , એન.એસ.એસ. અને એન.સી.સી યુનિટના ઉપક્રમે 28 માર્ચ ના રોજ ગુજરાત રાજ્ય પૂર્વ શિક્ષણમંત્રી એવમ બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે યુવાનોને લીલીઝંડી આપી કોલેજ કેમ્પસથી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવેલ.પ્રારંભે કોલેજના આચાર્ય ડૉ.દિનેશ એસ.ચારણ દ્વારા ભાગ લેનાર ઉત્સાહિત યુવાનો ફિટનેસ માટે સજાગ થાય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તથા અભ્યાસમાં મન પરોવાય તેમજ જીવનશૈલીમાં પરિવર્તન આવે તે અંગે અનુરોધ કરેલ. કીર્તિસિંહ વાઘેલાએ આજના યુવાનોને સંબોધીને યુવાન શારીરિક માનસિક રીતે સ્વાસ્થ્ય અને સક્ષમ બને તે સમજાવતા આજનું યુવાધન જે ફાસ્ટફૂડ અને કેમીકલ યુક્ત ખોરાક તરફ ધકેલાઈ રહયું છે ત્યારે તે ઓર્ગેનિક ખોરાક તરફ વળે ફેફસાં,પાચનતંત્રની નબળાઈ માંથી બહાર આવી સ્વાસ્થ્ય સુધારવા અને ખાસ તો વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જાગૃતતાનો પ્રચાર પ્રસાર થાય તે માટે આહવાન કરેલ.સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન સ્પોર્ટસ વિભાગના પી.ટી.આઈ. પ્રા.વાઘુભાઈ દેસાઈ એ કરેલ.નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.