
22 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

દાંતા તાલુકાના માનપુર ગામે અને કાંશા ગામે ગઈકાલ થી આજસુધી માં નાના મોટા પંદરેક જણાને હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં ની ઘટના સામે આવી છે માનપુર ગામે એક બાળકને તેમજ વહેલી સવારે જમાલુદદીન નામના ઈસમને મોઠે અને હાથે બચકાં ભરતા પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં 8 જેટલાં ટાંકા આવ્યા હતા .આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે આજ ગામના એક વયોવૃદ્ધ બહેન ને હાથે પગે હુમલો કરતાં બંને હાથે અને મોઠે ફેક્ચર થતાં પાલનપુર અમિતવૈધ ના ત્યાં દાખલ કરવા પડ્યા હતાં જ્યારે કાંશા ખાતે પણ આ વા કૂતરા ઓએ આતંક મચાવતા નાના મોટા 12 થી વધુ લોકો ને બચકાં ભરી ધાયલ કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં હડકાવાની રસી સરકારી દવાખાનામાં ઉપલબ્ધ ન હોય લોકો ને પૈસા ખર્ચીને પ્રાઈવેટ લેવી પડી રહી છે








