મોરબી આજે પરશુરામ ધામ ખાતે 7500 દિવડાની મહા આરતી યોજાશે
મોરબી તારીખ 22ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે નીજ મંદિરમાં બિરાજમાન થવાનાં હોય ત્યારે મોરબી પરશુરામ ધામ ખાતે આવતીકાલ તારીખ 22ને સોમવારે સાંજે 4:00થી 7:00 કલાક દરમ્યાન 500થી વધુ લોકો દ્વારા 7500 દિવડાની મહાઆરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 1992માં કારસેવા અર્થે અયોધ્યા ગયેલા 35 કારસેવકોનું પણ સન્માન કરવામાં આવશે
[wptube id="1252022"]





