BANASKANTHAPALANPUR

ડીસા ખાતે ભોપાનગરમાં આવેલ માં બહુચરના મંદિરે અમાવસના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યાં

19 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં આવેલ માં બહુચરના મંદિરે અમાવાસના દિવસે  ૧૮ જૂન ને રવિવારના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા મંડળ તેમજ ક્રિષ્ના આનંદ ગરબા મંડળ દ્વારા ગરબાની ધૂનની રમઝટ બોલાવી હતી દરેક કોમના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી માં બહુચરના ગરબા તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. અમાવસના દિવસે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા વેફર પેકેટ પ્રસાદના દાતા શ્રી વિકાસ કુમાર નરેન્દ્રભાઈ ચોખાવાળા તરફથી (૨૦૦૦)/- જેટલાં ભાવીભક્તોએ પ્રસાદ નો લાભ લીધો હતો અને આનંદ ગરબાની મજા લઈ ધન્યતા અનુભવી હતી.આ અંગે વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button