BANASKANTHALAKHANI

Lakhani : લાખણી તાલુકાના અસાસણ ગામે ઠાકોર સમાજ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરાયુ

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકા નુ વિકાસ સીલ અને પ્રગતિશીલ ગામ અસાસણ ગામે સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું સમાજના યુવાનો અત્યારે સરકારી નોકરીમા જોડાય તેવા હેતુથી આજ રોજ લાખણી તાલુકાના અસાસણ મુકામે યુવા માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હમેશા યુવાનો ની સતત ચિંતા કરતા અને આ વિસ્તારના વધુમાં વધુ લોકો સરકારી સેવામાં જોડાય એનાં માટે પ્રયાસ કરતા શિક્ષણ પ્રેમી મામલદાર શ્રી એમ. ડી. ગોહેલ સાહેબનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું અને મામલદાર અને આવેલ મહેમાનો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મને ખુલ્લો મૂક્યો હતો અને સમાજના વડીલો દ્વારા આવેલ મહેમાનો ને શાલ અને ફૂલહાર થી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મામલદાર શ્રીએ યુવાનો ને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું અને યુવાનો ને અભ્યાસ તરફ઼ ધ્યાન આપી પોતાની કારકિર્દી બનાવી આગળ વધવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને સાહેબ શ્રી એ વધુમાં કહ્યું હતું કે જયા પણ મારી જરુર પડે હૂ મદદ કરવા માટે તત્પર છું ત્યારે આવેલ સૌ મહેમાનો એ અલગ અલગ વિશેષ પ્રવચન રૂપી બાળકો ને માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે ઉપસ્થિત લાખણી મામલતદાર એમ ડી ગોહિલ ડો જગદીશભાઈ ઠાકોર ખુશી ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર અંકિતભાઈ ઠાકોર સામજીક કાર્યકર પાલનપુર પ્રકાશભાઈ ચૌહાણ નૈસર્ગિક ફાઉન્ડેશન ફિદાયત પરમાર સામાજીક કાર્યકર સાયબર એક્સપર્ટ ..જી કે સાહેબ તથા આજુબાજુના ગામડા માથી પધારેલ મહેમાનોને સંરપચો ડેલીકેટો આગેવાનો યુવાનો મળી ગામ ના યુવાનો વડીલો અને સંરપચો સહિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને તાળીઓના ગડગડાટથી સાહેબનું અભિવાદન ઝીલ્યું હતુ અને ઠાકોર સમાજ ના સર્વ વડીલો યુવાન મિત્રો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button