
નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ખાતે કાર્યરત ચૌધરી કાળાભાઈ ખેતાભાઈ ભેદરું ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત લાખણી ખાતે વિવેકાનંદ વિદ્યામંદિર શાળામાં સ્વછતા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમા ટ્રસ્ટના પ્રમુખશ્રી લાલજીભાઈ કર પટેલ, શાળાના આચાર્ય સંદિપભાઈ પ્રજાપતિ તેમજ શાળાના સ્ટાફ સાથે બાળકો તેમજ વાલીઓ હાજર રહેલા.શાળાના સ્ટાફ અને બાળકો સાથે મળીને ટ્રસ્ટના પ્રમુખશ્રી લાલજીભાઈ એ સફાઈ કામગીરી કરેલ. પ્રમુખશ્રી દ્વારા બાળકોને સ્વછતાનુ મહત્વ સમજાવવામા આવેલ. તો આચાર્યશ્રી સંદિપભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને કચરાનો યોગ્ય નીકાલ કઈ રીતે કરવો અને કચરાના પ્રકારો વિશે માહિતી આપી. સ્વછતા ત્યાં પ્રભુતા અને સફાઈ કરે ભલાઈ જેવા સૂત્રો સાથે જ્યાં જ્યાં વસે ગંદકી ત્યાં ત્યાં વસે માંદગી જેવા સૂત્રો દ્વારા વાતાવરણ પ્રેરણાદાયક બની ગયેલ. કાર્યક્રમના અંતે બાળકોને ચોકલેટ આપવામાં આવી.