





વાત્સલ્યમ્ સમાચાર લાખણી
પત્રકાર પ્રહલાદ ઠાકોર
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે વર્ષોથી મેળો નુ લુવાણા કળશ ગ્રામ પંચાયત દ્વારા મેળા નુ આયોજન કરવામાં આવેલ છે
દર વર્ષ ની જેમ પણ આ વર્ષે પણ હોળી પછી સાતમ આઠમ અને નમ આ ત્રણ દિવસ મેળો રહેશે
લુવાણા કળશ ના આજુબાજુના ગામના લોકો રાધન છઠના દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે અને સાતમના દિવસે તે બનાવેલ ઠંડો પ્રસાદ બાજરી બનાવલ ઘે અને દહી અને માતર અને એક મિઠાની(નમક) ની થેલી શીતળા માતાજીને ચઢાવવામાં આવે છે
સાતમના દિવસે તમામ ભાવિ ભક્તો અને સનાતન ધર્મ પ્રેમી ઓ તે દિવસે ઠંડો પ્રસાદ આરોગ્ય છે
આ શીતળા માતાજી આ મંદિર લુવાણા કળશ ગામે પ્રાચીન કાળ વખતનો આવેલ છે હજારો વર્ષ જુનુ આ મંદિર છે
અને દર વર્ષમાં બે વખત ભવ્ય મેળો ભરાય છે પહેલા મળો ફાગણ વદ સાતમ આઠમ અને નોમનો એમ ત્રણ દીવસ મળો ભરાય છે અને વર્ષમા બીજો મેળો શ્રાવણ વદ સાતમ નો પણ મેળો ભરાય છે
આ મેળા ની અંદર ચકડોળ અને મોત કુવો અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ હીચકા હોય છે જે મનોરંજનપુરૂ પાડે છે
ગુજરાત ભરના ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે
અને આ માતાજીને જે પણ વ્યક્તિની આંખ ના ભાઈ ના રોગો હોય છે અને આખ દુખતી હોય તો ચાંદીની આંખ ની માનતા રાખવામાં આવે છે અને માતાજી ભાવી ભક્તોની માનતા પૂરી કરે છે
રાંધણ છઠ
ફાગણ વદ ૭ ને મગળવાર તા14/3/2023
શીતળા સાતમ
ફાગણવદ ૮ ને બુઘવાર તા 15/3/2023
આઠમ
ફાગણવદ ૯ ને ગરૂવાર તા 16/3/2023
લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ શ્રી દેવરાજભાઈ વાઘેલા લુવાણા કળશ કલેશહર માતાજી મંદિર પુજારી નરસી એચ દવે







