BANASKANTHADANTIWADA

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આંતર યુનિવર્સિટી સ્પર્ધકોનો સન્માન સમારંભ યોજાયો

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે અત્રેની યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વિવિધ આંતર યુનિવર્સિટી રમત-ગમત તથા સાંસ્ક્રુતિક-સાહિત્યક સ્પર્ધાઓમા ભાગ લીધેલ તથા વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ સ્પર્ધકોનો સન્માન સમારંભ માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના અધ્યક્ષ સ્થાને નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણની કચેરી દ્વારા તારીખ ૨૩/૦૫/૨૦૨૩ના રોજ વીર સાવરકર હોલ, યુનિવર્સિટી ભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

સદર કાર્યક્રમની શરુઆતમા નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ ડો. કે. પી. ઠાકરે કાર્યક્રમમા ઉપસ્થિત સર્વેને શબ્દોથી આવકાર્યા અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વિવિધ આંતર યુનિવર્સિટી રમત-ગમત તથા સાંસ્ક્રુતિક-સાહિત્યક સ્પર્ધાઓનો ટુંકો ચિતાર રજુ કર્યો અને જણાવ્યુ કે આ વર્ષમા  કુલ ૨૪૬ વિધાર્થીઓને વિવિધ આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓમા ભાગ લેવા મોકલેલ છે. ત્યારબાદ ચૌધરી ચરણસિંઘ હરીયાણા ક્રુષિ યુનિવર્સિટી, હિસાર ખાતે યોજાયેલ ૨૧મી અખિલ ભારતીય આંતર ક્રુષિ  યુનિવર્સિટી રમત ગમત સ્પર્ધાઓમા ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવેલ શ્રી સાગર પ્રજાપતિ તથા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ, બેંગલોર ખાતે યોજાયેલ ૨૧મી અખિલ ભારતીય આંતર ક્રુષિ  યુનિવર્સિટી સાંસ્ક્રુતિક-સાહિત્યક સ્પર્ધાઓમા રંગોલી સ્પર્ધામા બ્રોન્જ મેડલ મેળવેલ કુ. હેમાંગી ચૌધરીને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા. માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણે પોતાના ઉદ્બબોધનમા જણાવ્યુ કે, સારા ખેલાડી બનવા માટે ખુબ લાંબા સમયની સખત અને નિયમિત મહેનત હોય છે. તેઓએ વિધાર્થીઓને પ્રોત્સાહન મળે અને અન્ય વિધાર્થીઓ પણ એ બાજુ પ્રેરાય તે માટે રાષ્ટ્રીય કક્ષાએ આવી સિદ્ધિ મેળવેલ તથા ભવિષ્યમા મેળવનાર તમામ વિધાર્થીઓ માટે યુનિવર્સિટીના ખર્ચે સુવિધાઓ વિનામુલ્યે કરવાની જાહેરાત કરી જેને ઉપસ્થિત તમામે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી અને તમામ ઉપસ્થિત સ્પર્ધકો તથા નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ તથા તેની સમગ્ર ટીમને આવા સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા.

આ સન્માન સમારંભ કાર્યક્રમમાં તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, તમામ ફેકલ્ટીના ડીનશ્રીઓ, તમામ જિમખાના ચેરમેનશ્રીઓ, ફિઝિકલ ઇન્સટ્રક્ટરશ્રી, ટીમ મેનેજરશ્રીઓ અને તમામ આંતર યુનિવર્સિટી સ્પર્ધકો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવેલ અને સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ હતુ.

[wptube id="1252022"]
Back to top button