

5 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ભમરીયા પુરા પ્રાથમિક શાળા ના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં હાલ ફરજ બજાવતા ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક વિજ્ઞાન વિષયના તજ્જ્ઞ, કડી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક અને ગુજરાત રાજ્ય પ્રતિભાશાળી શિક્ષક એવા શ્રી અમિત ભુપેન્દ્ર કુમાર દવે ને રવિવારના રોજ ભવ્યા ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી શૈલેન્દ્ર માથુરજી તથા નિર્દેશક ડૉ. નિશામાથુરજી-જયપુર(રાજસ્થાન) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મૈત્રીસંમેલનમાં સહભાગી બનીને હિન્દ શિરોમણિ-૨૦૨૩, નેશનલ પારિતોષિક દિલ્હીના પ્રખ્યાત સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર શ્રી પવન કપૂરજીના વરદ્ હસ્તે પ્રદાન કરવામાં આવ્યું. આ મૈત્રીસંમેલનમાં તેમને સમગ્ર ગુજરાતની ગૌરવપૂર્ણ અસ્મિતા ઉજાગર કરવાનો તથા ગુજરાતની ગૌરવગાથાને અભિવ્યક્ત કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો. આ સન્માન હું મારા મહાદેવ ,મારા શાળા પરિવાર ,મારા માતા પિતા, મારા કુટુંબીજનો ,મારી પત્ની, મારા વાલા વિદ્યાર્થીઓ ને અર્પણ કરું છું.અને હર્ષની લાગણી અનુભવું છું.







