GUJARATNANDODNARMADA

દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ : ધારાસભ્યની પત્ની સહિત ત્રણની અટકાયત

દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ : ધારાસભ્યની પત્ની સહિત ત્રણની અટકાયત

 

ધારાસભ્ય ચૈતર વસાવાએ હવામાં ફાયરીંગ કર્યું હોવાનો પોલીસનો દાવો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા વિસ્તારના ગામોમાં ગેરકાયદેસર ખેડાણને લઈને વનવિભાગનાં બિટગાર્ડને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવી ધમકાવ્યો અને મારમારી કરી ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બીટગાર્ડ દ્વારા દેડીયાપાડા પોલીસ મથકમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે

 

સમગ્ર ઘટનામાં ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. ઘરે બોલાવીને ચૈતર વસાવાએ વન કર્મીઓને ધમકાવ્યા હતા જે બાબતે બીટ ગાર્ડ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા ની શોધખોળ શરૂ કરી છે પોલીસે તેમની પત્ની સહિત ત્રણ ની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

બોક્ષ

આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું કે હાલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવા માં આવી છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની સકુંતલા બેન તેમના પીએ અને એક અન્ય ખેડૂત રમેશભાઈની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવાએ વન કર્મીઓને ધમકી આપી પૈસાની માગણી કરી હતી હવા માં ફાયરિંગ પણ કરી હતીઆ બાબત ની તપાસ ચાલુ છે ને આગળ ની કાર્યવાહી ચાલુ છે

બોક્ષ

નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રતિક્રિયા આપી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગ નર્મદાના કર્મચારીને ધમકાવ્યો જે બાબત એક ધરાસભ્ય તરીકે સારુંનાં કહેવાય નિંદનીય બાબત કહેવાય

[wptube id="1252022"]
Back to top button