BANASKANTHAPALANPUR

ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા અંતર્ગત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ગુરુ વંદના -છાત્ર અભિનંદન” નો કાર્યક્રમ યોજ્યો

   29 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તારીખ 28 જૂન ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય ,વિસનગર ખાતે ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા દ્વારા ગુરુ વંદના -છાત્ર અભિનંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી નિખિલભાઇ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, મંત્રીશ્રી રાકેશભાઈ ગુપ્તા, ખજાનચી રીતેશભાઈ મોદી અને રોશનીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શરૂઆત “વંદે માતરમ “ગાનથી કરવામાં આવી હતી .ત્યારબાદ શાળાની બાલિકાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી .ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી તથા પુસ્તક અર્પણ કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા. સાથે સાથે ભારત વિકાસ પરિષદની મહત્તા અને મહત્વ વિશે પણ વિદ્યાર્થીઓને સમજ આપી હતી. ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ડો.નિખિલભાઇ ઠક્કરે ભારત વિકાસ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ, તેનું મૂલ્ય અને તેના હેતુઓ વિશે વિગતે સમજાવી ભારતની અખંડત્તા અને અસ્મિતા જાળવી રાખવા વિદ્યાર્થીઓને પ્રેર્યાં હતા. ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલે ગુરુના મહત્ત્વ વિશે સુંદર અને પ્રભાવ શાળી વક્તવ્ય આપ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી પ્રથમ તેમના માં બાપ જ ગુરુ અને હિતેચ્છુ રહ્યા છે તે વિશે સુંદર મજાની સદ્રષ્ટાંત વાર્તા દ્વારા સમજ આપી હતી. જેની છાપ વિદ્યાર્થીઓ અને સ્ટાફના મન અંતર સુધી પહોંચી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ શાળાના ગુરુગણની કુમકુમ તિલક કરી પૂજા કરવામાં આવી હતી. તે સમય દરમિયાન વાગતા “ગુરુ મેરો બાલ બ્રહ્મ” ભજન થી આખુય વાતાવરણ ભક્તિ ભાવપૂર્ણ બની ગયું હતું. આ સાથે દરેક ધોરણમાં ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર દરેક વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ તરફથી પ્રમાણપત્ર અને શાળા તરફથી ચોપડા આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શિક્ષકશ્રી મહેશભાઈ ડી.ચૌધરીને પણ ભારત વિકાસ પરિષદ, વિસનગર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદના સભ્યો એવા રોશનીબેને વિદ્યાર્થીઓને સ્વચ્છતા રાખવાના, મા-બાપની આજ્ઞાનુ પાલન કરવાના અને રાષ્ટ્ર પ્રત્યે સદભાવ રાખવાના શપથ લેવડાવ્યા હતા. છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ શાળાના સાયન્સ વિભાગના સુપર વાઈઝરશ્રી રાજુભાઈ પરીખે કરી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લવજીભાઈ ચૌધરી અને કોકિલાબેન કે. ચૌધરીએ કર્યું હતુ. અંતમાં રાષ્ટ્રગીત નું ગાન કરીને વિદ્યાર્થીઓને ચોકલેટથી મોં મીઠું કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારુ કાર્યક્રમનું આયોજન થયું હતું. જે બદલ પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button