BANASKANTHAPALANPUR

રોટરી ડીવાઇન ક્લબ ડીસા અને નીમ્સ હોસ્પિટલ ના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું 

26 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને નીમ્સ હોસ્પિટલ ના સહયોગથી ફ્રી મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ન્યુરોફિઝિશિયન, કાર્ડિયાક સર્જરી,ગેસ્ટ્રો ફિઝિશિયન, રેડિયોલોજી, નેફ્રોલોજી‌ના સ્પેશિયાલિસ્ટ હાજર રહેલ અને આ નિદાન કેમ્પમાં પોતાની સેવા આપેલ જેમાં 165 દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધેલ. જેમાં નીમ્સ હોસ્પિટલ ના ડાયરેક્ટર ડો.પાર્થ વ્યાસ નો ખૂબ જ સહકાર મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ ડૉ.બિનલબેન માળી ,મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન વ્યાસ, ડૉ .અવનીબેન ઠક્કર અને કાંતાબેન પટેલ ,પ્રવીણભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે વિનોદભાઈ બાંડીવાળા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button