BANASKANTHAPALANPUR

ડીસા માર્કેટ કમિટીમાં સૌ પ્રથમવાર અનુસુચિત જાતિ સમાજની મહિલાને સ્થાન મળ્યું

21 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપના જંગી બહુમતીથી વિજય થયો થયા બાદ ડીસા નગરપાલિકા દ્વારા પાલિકાની પેનલનાં માર્કેટના ડિરેક્ટર તરીકે નગર સેવિકા નયનાબેન મગનલાલ સોલંકી નું નામ ડિરેક્ટર તરીકે સૂચવાતા સર્વ સભ્યોએ સંમતિ આપી હતી.આ અંગે વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યા અનુસાર નવનિયુક્ત ડિરેક્ટર નયનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જ્યાં કોઈ પણ પ્રકારના નાત જાત નાં ભેદભાવ રાખવામાં આવતો નથી આને લઈને એક અનુસુચિત જાતિ સમાજની મહિલાને માર્કેટ કમિટીમાં ડિરેક્ટર તરીકે નામ મુકતા સર્વ સભ્યોએ વધાવતા આનંદની લાગણી જોવા મળી હતી…

[wptube id="1252022"]
Back to top button