MORBI:મોરબી બાવળ કાપવાના મુદ્દે પાડોશીએ વૃદ્ધને ઇંટો ફેકીને ઇજાગ્રસ્ત

MORBI:મોરબી બાવળ કાપવાના મુદ્દે પાડોશીએ વૃદ્ધને ઇંટો ફેકીને ઇજાગ્રસ્ત કર્યા
મોરબી: મોરબીના રોહીદાસપરાની બાજુમાં લાયન્સનગર પાસે વૃદ્ધ ગાંડા બાવળની ડાળીઓ બળતણ માટે કાપતા હતા તે દરમ્યાન એક શખ્સ આવી આ બાવળ પોતાને જોઈ છે તેમ કહી ના પાડી બોલાચાલી કરી વૃદ્ધને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઈંટ વડે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ માળીયા (મી) તાલુકાના નાના દહિશરા ગામની વતની અને હાલ મોરબીના રોહીદાસપરાની બાજુમાં લાયન્સનગર પાસે રહેતા મનુભાઈ ઉર્ફે મનજીભાઈ ચાવડા (ઉ.વ.૭૫) એ આરોપી મહેબુબભાઈ હુશેનભાઈ મીયાણી રહે. મોરબી રોહીદાસપરાની બાજુમાં લાયન્સનગર પાસે તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૧-૨૦૨૩ ના રોજફરીયાદી પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં આડા પડી ગયેલ ગાંડા બાવળની ડાળીઓ બળતણ માટે કાપતા હતા દરમ્યાન આરોપીએ ઉપરોક્ત બાવળ પોતાને જોઇએ છે તેમ કહી ના પાડી બોલાચાલી કરી ફરીયાદીને ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઇંટનો ફરીયાદીના તરફ ઘા કરી ફરીયાદીના માથામાં ઇજા કરતા ફરીયાદી પડી જતા ડાબા પગના સાથળના હાડકામાં ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનુભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો