BANASKANTHATHARAD

થરાદ તાલુકાના 97 ગામના વર્ષો જુનો સિંચાઈના પાણીનો પ્રશ્નનો નિરાકરણ આવતા ખેડૂતોમાં ખુશી

4 જૂન

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ અને ધાનેરા તાલુકાના બે તાલુકાના સિંચાઈના પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવતા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉકેલ લાવતા આજે સાંજે થરાદ ચાર રસ્તા ઉપર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ રૃપસી ભાઈ પટેલ જીવરાજભાઈ પટેલ સહિતના તાલુકા અને શહેરના ભાજપના સંગઠના આગેવાનો હલદારો ઉપસ્થિત રહી તેમ જ ખેડૂતો સાથે રહી અને ફટાકડા ફોડે અને મીઠાઈ ખવડાવી અને ખુશી બનાવી હતી.થરાદ મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ આપેલુ વચન પાળ્યુ: થરાદના વિધાનસભાના મતદારો ને જે વચન આપ્યું તે વચન નિભાવ્યું શંકરભાઈ ચૌધરી.થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના ૨૦૦ થી વધુ તળાવોને નર્મદાના જળથી ભરવા માટે રૂા.૧૪૧૧ કરોડ રૂપિયાના કામોને રાજય સરકારે સૈધ્ધાતિક મંજુરી આપી.૬૧ કિ.મી. મુખ્ય પાઇપ લાઇન સહિત ૧૯૬ કિ.મી. લંબાઇની પાઇપ લાઇન દ્વારા આ તળાવો ભરાશે.આ વિસ્તારના પ્રજાજનો, આગેવાનો ગુજરાત સરકાર અને આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનો હદયપૂર્વક આભાર માને છે.

[wptube id="1252022"]
Back to top button