

13 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ તારીખ 12 જૂન ના રોજ રસાણા નાના પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રદેશ કારોબારી ભાજપના શ્રી રમેશભાઈ દેલવાડીયા સાહેબ, સરકારી માધ્યમિક શાળા ભદ્રામલીના આચાર્યશ્રી મુકેશપુરી ગૌસ્વામી સાહેબ,બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષક સંઘના ઉપપ્રમુખ પાંચાભાઇ દેસાઈ, સી.આર.સી કો ઓડિટર શ્રી હરેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમા યોજાયો. બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને કંકુતિલક અને પુષ્પવર્ષા કરી સ્કૂલબેગ, નાસ્તાનો ડબ્બો, તથા શૈક્ષણિક કીટ આપી, મોં મીઠુ કરાવી નવીન પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 1 થી 8 માં એક થી ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી ભરતભાઈ દેસાઈએ પધારેલ મહેમાનોનું શાબ્દિક તથા ચોપડા, ફુલછડી અને સાલથી સ્વાગત કર્યું હતું. શાળાના ઉત્સાહિત, ઈનોવેટીવ અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકી તથા આચાર્યશ્રીએ પ્રવેશોત્સવ માટે પ્રોત્સાહન આપી દાતાઓ તૈયાર કર્યા હતા. જેમાં ભોજનના દાતા, મંડપના દાતા, ઇનામના દાતા, સ્કૂલબેગ ના દાતાઓ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ શ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રીઓ તથા ગ્રામજનોના સહયોગ અને શાળાના ઉત્સાહી સ્ટાફની ભારે જહેમતથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.વિનોદ બાંડીવાળા એ જણાવ્યું હતું.







