ચલો સ્કૂલ ચલે હમ.. ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા ના સહયોગ થી બનાસ એન પી પ્લસ સંસ્થા ના પાંચ બાળકોને શિક્ષણ સામગ્રી કીટ વિતરણ કરવામાં આવી

8 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા નવા વિશ્વાસ સાથે નવા આઈડિયા નવા પ્લાન સાથે એચ.આઇ.વી પોજીટીવ બાળકો માટે ” પ્રોજેક્ટ સેવા “દ્વારા સેવાકાર્ય ની શુભ શરૂઆત કરવામાં આવી.ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સારવાર અને સહાય સાથે જોડાયેલા બાળકોને દત્તક લઇ તેમની જવાબદારી સ્વીકારી અને દર મહિને એક મહિનો ચાલે એટલી રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ સહયોગ ડૉ. મિહિર પંડ્યા, ડૉ દેવેન્દ્ર ચૌધરી અને ભારત વિકાસ પરિષદ ના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતાજે સમગ્ર ” પ્રોજેક્ટ સેવા ” નું સંકલન અને આયોજન બનાસ એન પી પ્લસ સંસ્થા ના સેક્રેટરી અને વિહાન પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેશભાઇ સોની દ્વારા અને વિહાન પ્રોજેક્ટ ના હેલ્થ પ્રમોટર નવનીતભાઇ મકવાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.