આર .આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુર ખાતે કારકીર્દી – માર્ગદર્શન કાર્યક્રમ યોજાયેલ


10 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર .આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુર ખાતે એમ.એસ.સી કેમેસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મા ઝાયડસ -ફાઈઝર- ફાર્મા કંપની અમદાવાદ ના QC. મેનેજર શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ હાજર રહી એમ.એસ.સી ના વિદ્યાર્થીઓને ફાર્માસ્યૂટિકલ ક્ષેત્ર મા પોતાની કારકિર્દી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ નું ઇન્ટ્રોડક્શન ડૉ જ્યોતિન્દ્ર માયાવંશી દ્વારા આપવામાં આવ્યું હતું. શ્રી પ્રજાપતિ દ્રારા સ્લાઇડપ્રેઝન્ટેશન (PPT) ની મદદ થી પર્સનલ ઇન્ટરવ્યુ તથા વિવિધ પ્રકાર ના ઉપકરણો અંગે વિગતો પુરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાને મુંજવતા પ્રશ્નો અંગે રસપૂર્વક પ્રશ્નોતરી કરી માર્ગદર્શન મેળવ્યું હતું. M.Sc. sem-2 અને sem-4 ના વિદ્યાર્થીઓને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં રૂબરૂ તાલિમ આપવા અંગે પણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડૉ વાય.બી. ડબગર, કેમ્પસ ડાયરેક્ટર ડૉ કે.ડી. શ્યામલ, ડૉ જી.ડી આચાર્ય, ડૉ સુશીલા ગટિયાલા તેમજ કેમેસ્ટ્રી વિભાગ નો સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમનું આયોજન ડૉ કે.સી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભારવિધિ ડૉ પૂજા મેસુરાની દ્વારા કરવામાં આવી હતી.







