
ગુજરાત ના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અંબાજી માં માતાજીની પૂજા આરતી કરી
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. ત્યારે અંબાજી મંદિરમાં પહોંચતા મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરામાં જગતજનની અંબાના દર્શન કરવા મંદિરમાં પહોંચ્યા હતા. માતાજીના ગર્ભગ્રહમાં કેબિનેટ મંત્રીએ મા જગતજનની અંબાની વિશેષ પૂજા અર્ચના કરી હતી અને માતાજીની સાંજની આરતીનો લાભ લીધો હતો.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે માં જગત જનની અંબાને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી. મા અંબાનો આશીર્વાદ મેળવ્યા બાદ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા માતાજીની ગાદી પર જઈ મંદિરના મુખ્ય પુજારી ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવ્યો હતો. ભટજી મહારાજ જોડે આશીર્વાદ મેળવી મા જગતજનનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.








