BANASKANTHAVAV

વાવ માં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઇ હતી

આજે અષાઢી બીજ એ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન પર્વે તરીકે ઉજવાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે ત્યારે વાવ તાલુકા મથક વાવ ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વાવ રામજી મંદિર થી ભગવાન જગન્નાથની રથયાત્રા નો પ્રારંભ કરી ભગવાન જગન્નાથ વાવ નગર ખાતે નગર ચર્ચા કરવા નિકળ્યા હતા ત્યારે મહારાણા પ્રતાપ ચોક મેઈન બજાર વાવ પોલિસ સ્ટેશન રોડ થી હાઈવે અને પ્લોટ વિસ્તાર થી પસાર થઇ વાવ ચાર રસ્તા થી વાવ શહેરમાં પ્રવેશ કર્યો હતો જેમાં વાવના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં બાળકો દ્ગારા વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા જેમાં વાવ પોલીસ સ્ટાફ દ્ગારા સતત બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓ રહ્યા હતા અને વાવના ભક્તજનો મોટીસંખ્યામાં જોડાયા હતા ભક્તજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ભવ્ય રથયાત્રા યોજાઇ હતી

[wptube id="1252022"]
Back to top button