BANASKANTHAPALANPUR

વડગામ તાલુકાના ભુખલા ગામે ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભક્તિભાવ પૂર્વક સમાપન થયું

25 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આ પ્રસંગના ત્રણેય દિવસ મોટી સંખ્યામાં ભાવિકો એ યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો એવું  પુષ્કરભાઈ  ગોસ્વામી એ જણાવ્યું હતું.શ્રી ઓમકારેશ્વર મહાદેવ પરિવાર, શ્રી મહાકાળી માતાજી, બાળવંકા હનુમાન દાદા તથા ગુરૂમહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પંચકુંડાત્મક મહાયજ્ઞ તથા મહંતશ્રી સ્વામી ઉમિયાગીરીજીનો સોડસી જીવંત ભંડારો વડગામ તાલુકાના પીલુચા અને કોદરામ વચ્ચે આવેલ ભુખલા ગામના મહાકાળી મંદિર ખાતે ધામધૂમથી ઉજવાયો હતો. શોભાયાત્રા,જળયાત્રા સહિત પ્રાતઃ પુજન,સ્નપનકમૅ, મૂર્તિ તત્વન્યાસ, વગેરે પુજા અર્ચના, મહાઆરતી, સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભક્તિભાવ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ‌‌. આ પ્રસંગે ભુખલા સરપંચ અમૃતભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે ધાન્ધાર પંથકના લોકો અહીં બિરાજમાન અતિ પ્રાચીન મહાકાળી માતાજી મંદિર માં શ્રધ્ધા ધરાવે છે. કોદરામ નિવાસી (હાલ સુરત) શ્રીમતી મેનાબેન લવજીભાઈ પ્રજાપતિ પરિવાર સરગમ બિલ્ડર્સ સુરત ના માલિક મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ પ્રાણ પ્રતિષ્ઠાના ત્રણ દિવસના ભોજનદાતા તરીકે સહયોગ આપ્યો હતો‌. જ્યારે જુદા જુદા ધાર્મિક કાર્યો માટે દાતાઓ, શુભેચ્છકો એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં દાની સરવાણી વહાવી સહયોગ આપ્યો હતો‌. કાયૅક્રમના આયોજક ભુખલા ગ્રામજનો, તથા પંથકના સેવકગણ, ભુખલા સરપંચ અમૃતભાઈ દેસાઈ,બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણસિંહ રાણા, સરગમ બિલ્ડર્સ સુરત ના માલિક મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ,ચેલાજી ઠાકોર, નટુભાઈ પ્રજાપતિ, મદારસિંહ વાઘેલા, બાબુભાઈ ચૌધરી, યુવા સામાજિક કાર્યકર આનંદભાઈ ચૌધરી તથા પંથકના સેવકગણ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવવમાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button