
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના નવા હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ભીલડી પ્રેસ ક્લબ દ્વારા ભીલડી ભાજપ મંડળના મહામંત્રી તરીકે બીજીવાર વરણી કરવામાં આવેલા સુરેશભાઈ સિલ્વા સોયલા અને બાબુભાઈ દેસાઈ નાની ઘરનાનું સન્માન કરવામાં આવ્યું હતું. ભીલડી હાઇવે પર આવેલી ગોગાવાડી રેસ્ટોરન્ટ ખાતે પ્રેસ ક્લબ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં ભીલડીના વરિષ્ઠ પત્રકાર કંચનજી ઠાકોર, નરસિંહભાઇ દેસાઈ, વજેરામભાઈ જોશી, રમેશભાઈ ચાવડા, રેવાભાઈ દેસાઈ, વિનોદભાઈ ચાવડા, ભરતજી ઠાકોર, તથા સંજયસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા સતત બીજી વખત ભીલડી મંડળના મહામંત્રી તરીકે વરર્ણી થયેલ બાબુભાઈ દેસાઈ અને સુરેશભાઈ સિલ્વા નું ફૂલહાર સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે આ પ્રસંગે ભીલડી પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે કંચનજી ઠાકોરની વરર્ણી કરવામાં આવી હતી.
ભરત ઠાકોર ભીલડી