BANASKANTHAPALANPUR
ભુતેડી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબના મકાનનું ભૂમિ પૂજન -ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

4 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ભુતેડી પ્રાથમિક શાળામાં કોમ્યુટર લેબ અને સાયન્સ લેબ ના મકાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું .ભૂમિ પૂજનના દાતાશ્રી શાહ શેખરભાઈ બાબુલાલ મોહનલાલ પરિવારના વડીલ બાબુકાકાના હસ્તે પૂજન કરી પાયાની ઈટ મુકવામાં આવી હતી.આ પ્રસંગે ગામના જૈન શ્રેષ્ઠીઓ,આગેવાનો,ગ્રામજનો તથા વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.શાળા પરિવાર અને ગ્રામજનોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ગામમાં તથા શાળામાં વિકાસના કોઈપણ કાર્યમાં હંમેશા આ પરિવાર ઉત્સાહભેર મદદરૂપ થાય છે.તેમજ દાતાશ્રીઓ તરફથી આશ્વાસન પણ આપવામાં આવેલ છે કે શાળા વિકાસનું કોઈપણ કાર્ય અટકશે નહિ.
[wptube id="1252022"]