


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
બોર્ડર રેન્જ IGP સાહેબ શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા બનાસકાંઠા SP શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચનાથી વંદે ભારત ક્રિકેટ ટુર્નામેન્ટ બનાસકાંઠા પોલીસ આયોજિત માવસરી પોલીસ સ્ટેશન ના બાલૂત્રી ગામે આયોજન કરવામાં આવેલ
ગઈ.તા.22/05/2023 ના સાંજે 7/00 વાગે બાલુંત્રી ગામે બનાસકાંઠા પોલીસ આયોજિત માવસરી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે સારો સમન્વય કેળવાય તથા લોકો વ્યસનથી દૂર રહે તે હેતુથી” વંદે ભારત ક્રિકેટ ટુર્નામેન્ટ” નું આયોજન કરવામાં આવેલ જેમા dysp શ્રી.એસ.એમ.વારોતરિયા સાહેબ તથા સરપંચ શ્રી બાલુંત્રી તથા psi શ્રી સી.પી.ચૌધરી તથા એચ. ડી. વાઢેર તથા પી.વી. ધોકડિયા નાઓ હાજર રહેલ અને આવેલા તમામ અધિકારીઓ તથા આગેવાનોનું બાલુંત્રી ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ તથા dysp શ્રી થરાદ તથા બાલુંત્રી ગામના સરપંચ તથા બોર્ડર વિલેજના સરપંચ શ્રીઓ તથા આગેવાનોએ રીબીન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવેલ. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર ટીમો એ ભાગ લીધેલ જેમો થરાદ ડિવિઝન ઇલેવન તથા થરાદ પોલીસ સ્ટેશન ઇલેવન તથા સરહદી ટાઇટન ઇલેવન તથા માવસરી પોલીસ સ્ટેશન ઇલેવન ભાગ લીધેલ જેમાં સરહદી ટાઇટલ ઇલેવન ફાઈનલ મેચ જીતેલ અને બીજા નંબરે થરાદ ડિવિઝન ઇલેવન રહેલ. બન્ને ટીમો ને ટ્રોફી આપી સન્માન કરેલ તથા બાલુંત્રી ગામના સરપંચ તેમજ યુવાનો ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવેલ. તથા સમગ્ર
મેચમાં દેવજીભાઈ હેગડા દ્વારા સુંદર કોમેન્ટ્રી કરવામાં આવેલ.અને અત્રે આવેલા તમામ દર્શકોનો સાથ સહકાર મળ્યો હતો.







