BANASKANTHATHARAD

મનરેગા યોજના હેઠળ રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ૫ આંગણવાડીઓનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે સમૂહ લોકાર્પણ થયું

6 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

મનરેગા યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુના ડીસા, થરાદ તાલુકાના ખાનપુર, નાગલા અને વાવ તાલુકાના વજીયાસરા તથા ધાનેરા તાલુકાનાં ખીંમત ગામમાં અંદાજે રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આંગણવાડીઓનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના હસ્તે સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ તૈયાર થયેલ આ આંગણવાડીઓમાં ગામના નાના ભૂલકાઓને પોષણ સાથે શિક્ષણ મળી રહે અને બાળકોને પ્રાઇવેટ સંસ્થા કરતાં વધુ સારી સગવડ મળી રહે અને બાળકોના સર્વાગી વિકાસ માટે મહત્વની ભૂમિકા રૂપ સાબિત થશે.

[wptube id="1252022"]
Back to top button