BANASKANTHADANTA

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ગોધણી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ગોધણી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ” વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

***

આયુષ્યમાન ભારત યોજના હેઠળ 44 લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા

***

ટી. બી.ના 89 અને સિકલસેલ એનીમિયાના 24 દર્દીઓનું સ્ક્રીનીંગ કરાયું

*****

(માહિતી બ્યુરો,પાલનપુર)

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં ફરી રહ્યો છે.

જેના ભાગરૂપે તા. 21 નવેમ્બરના રોજ દાંતા તાલુકાના ગોધણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો.જ્યાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, kyc અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

જે અંતર્ગત કુલ 157 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 44 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત 4  લાભાર્થીઓને નવા કનેક્શન આપવા માટે ડિજિટલ ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરી કરવામાં આવી હતી. એક લાભાર્થીના KYC લઈ નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીંગ 89 દર્દીઓ અને સિકલસેલ એનીમિયા સ્ક્રીનીંગ 24 દર્દીઓના કરવામાં આવ્યા હતા. હાજર 71 લાભાર્થીઓ સહિત 157 જનરલ લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.

આ યાત્રા દાંતા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.સી પંડ્યા ગામના તલાટી શ્રીમતિ યુ. એન. ગઢવી સરપંચશ્રી વાઘેલા શિલ્પાબા સહિતના કર્મચારીઓએ લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરણા પુરી પાડી હતી.

[wptube id="1252022"]
Back to top button